Speciality on NCERT 12th Physics, NEET and JEE.

Sales Inquiry : 9824434015 / 8780344679
Contact Email : kjbarotinnovate@gmail.com

KJ Barot

 

 

  • ભૌતિકશાસ્ત્ર વિષય શિક્ષક : Physics Coaching Center Palanpur ( Gujarat ).
  • લેખક સંપાદક અને પ્રકાશક: NCERT પાઠ્યપુસ્તક સમાધાન ( ધોરણ ૧૨ ).
  • અનુભવ: ઇ.સ. ૨૦૦૨ થી અવિરત ભૌતિકશાસ્ત્ર વિષય શિક્ષક તરીકે કાર્યરત.
Kishan Jivram Barot (KJ Barot)

લેખક ની કલમે

ધોરણ 12 સાયન્સમાં ભણતા એ તમામ વિદ્યાર્થિયો ને મારા નમસ્કાર.

હું  કે જે બારોટ મારા ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 ના પુસ્તક NCERT પાઠ્યપુસ્તક સમાધાનને ધ્યાનમાં રાખી બે શબ્દો કહેવા માંગુ છું.

ઘણા સમયથી મારા મન મંદિરમાં એક પ્રશ્ન ચાલી રહ્યો હતો કે સાયન્સમાં ભણતા વિદ્યાર્થીઓને ફિઝિક્સ વિષય કેમ અઘરો લાગે છે ? અનેક કારણો સામે આવ્યા, એ બધાનું વિશ્લેષણ કર્યા પછી એક મૂળ કારણ સમજાયું કે આજની શિક્ષણ પ્રણાલી દરેક ભૌતિક ઘટનાની જાણકારીને ગોખાવી દઈ પરીક્ષાલક્ષી માર્ગદર્શન પુરૂ પાડવા પર આધારિત છે. શિક્ષણના વિવિધ સાધનો અને સ્ત્રોતોની અવગણના કરવાનું પ્રમુખ કારણ પાઠ્યપુસ્તકને જ એકમાત્ર આધાર બનાવવાની પ્રવૃત્તિ છે. ગણિત, તર્ક અને તત્વજ્ઞાન પર આધારિત ભૌતિક વિજ્ઞાનની કોઈપણ ઘટના  ત્યારે જ સમજાય જયારે એ ઘટનાનું કારણ સમજાય. કારણકે કોઈ કારણ વગર પ્રશ્નની ઉત્પત્તિ થતી નથી. બસ આજ બાબતને ધ્યાનમાં રાખીને બોજની સમસ્યાના નિવારણ માટે આ પુસ્તક લખતી વેળાએ  વિદ્યાર્થીઓના મનોવિજ્ઞાન તથા અધ્યાપન માટે ઉપલબ્ધ સમયનું  ધ્યાન રાખવાની પહેલેથી જ અધિક કોશિશ કરી છે.

લેખન અને શિક્ષણનો જન્મ જન્માન્તરણનો નાતો છે. લેખનમાં એ છટા હોવી જરૂરી છે જે વિદ્યાર્થીઓને માનસિક તાણને બદલે માનસિક ખુશીનો અનુભવ કરાવે . એક શિક્ષક સાથે લેખક તરીકે મારો ઉદેશ્ય એ છે કે ભૌતિક વિજ્ઞાન વિષય માટે એક એવું સાહિત્ય આપું જેના થકી વિદ્યાર્થીઓ આ વિષયને ભારણ વગર સમજી શકે.